ઓસ્કર ફીવર - ગ્રીનબુક ફિલ્મનો રીવ્યુ.

(25)
  • 3.1k
  • 5
  • 812

લોકોને ગ્રહો નડતા નથી હોતા પણ પૂર્વગ્રહો નડતા હોય છે. માણસની માન્યતાઓ બદલતા વાર લાગે છે. યાદ કરો કે છેલ્લે ક્યારે તમે તમારા પૂર્વગ્રહો કે માન્યતાઓથી ઉપર ઉઠીને વર્તન કર્યું? હાલની પરિસ્થિતિમાં આપણી આસપાસના લોકોને રાજનીતિક માન્યતાઓ અને પૂર્વગ્રહોના કારણે લડતા જોઈને ચોક્ક્સ આ વાત યાદ આવે.અસમાનતાઓ અને વિષમતાઓ વચ્ચે જીવાતી જિંદગીના અનેક રંગો હોય છે. કપડાં પર લેબલ મારી શકાય પણ માણસ પર તેને જાણ્યા વગર થોડું લેબલ મરાય ! તમે કોઈની સાથે તેની જાતિ કે ધર્મ અનુસાર ધારણા બાંધીને વર્તન કરો તો એ માનવિય મૂલ્યોની વિરુદ્ધ કહેવાય. માણસ હંમેશા પોતાના કર્મોથી ઓળખાવો જોઈએ. ધર્મ, જાતિ કે રંગના કારણે