ઉકરડાંનો જીવ

(26)
  • 1.6k
  • 1
  • 601

'એય બુન, પોચિયું આલો પોચિયું .....' ઘડિયાળના નવ ના ટકોરે અણીદાર અવાજ ઘરના આંગણે સફેદ પ્લાસ્ટિકની કચરાની ગુણી લઈને ઉભેલા નાર્યાનો આવ્યો. બે લાકડી જેવા પગ પર ઉભેલા નાર્યાને કોઈ પહેલી નજરે જોવે તો ગભરાઈ જ જાય. મેલું - ઘાણ અને વાસ મારતું લાલ લાબું ટીશર્ટ અને ઘૂંટણ સુધીની ચડ્ડી, બોખું મોઢું, સફેદ સૂકા વાળ અને એમાં નાની નાની જીવાત ચોંટેલી. આખા શરીરની કાળી ચામડી હાડકાઓને વરખ જેમ મીઠાઈને ચોંટેલી હોય એમ ચોંટી ગયેલી અને એથીયે ભયાનક એની મોતિયાથી ફૂટી પડેલી અને ખોપડીમાં ઊંડી ઊતરી ગયેલી સફેદ અને સુક્કીભઠ આંખો. બાળપણમાં મારી મમ્મી અમને જમાડતી વખતે ડરાવતી 'ઝટ ખઈ લે,