અસ્તિત્વનો અહેસાસ.

(20)
  • 2.7k
  • 6
  • 856

અસ્તિત્વનો અહેસાસ ૨૦૭૦ નું વર્ષ બરાબર અડધું વીત્યુ હતું. ૫૦ વર્ષ પહેલાની સરખામણીમાં દુનિયા સાવ બદલાઇ ચુકી હતી. જ્યાં જુઓ ત્યાં ઉંચી ઉંચી ગગનચુંબી ઇમારતો જોવાં મળતી. જમીન પર બનાવેલા રસ્તા હવે ટ્રાફીક વગરના એકદમ હળવા બની ગયાં હતાં કારણ કે ટ્રાફીક હવે આકાશી માર્ગે વધ્યો હતો. વર્ષ ૨૦૫૦ થી તો દુનિયાના લગભગ દરેક વ્યક્તિ પાસે એક ફ્લાઇંગ કાર હતી. મોટાભાગનો વાહનવ્યવહાર ફ્લાઇંગ કાર મારફતે થતો. રસ્તાઓનો ઉપયોગ માત્ર પગપાળા ચાલવા માટે થતો હતો. જમીનની અંદરના પેટ્રોલિયમ ભંડારોનું તળિયું દેખાઇ ગયું હતું. તો સામે પક્ષે પવનચક્કીઓ અને દરિયાઇ મોજાની ઊર્જા દ્વારા ઊર્જા જરૂરિયાતો સંતોષાવાનું પ્રમાણ ખાસું વધ્યું હતું. પૃથ્વીની