સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 5

(11)
  • 4.9k
  • 4
  • 1.6k

માનસિક સ્તલ પણ પ્રકૃતિના ત્રણ ગુણોથી વિંટાયેલું છે, માનસિક સ્તલ ઉપર સત્વ, રજસ અને તમસ રૂપી ત્રણ ગુણોની ઓળખ ભિન્ન છે. મનની ઓળખ આપતા શાસ્ત્રો કહે છે. ‘સંકલ્પો વિકલ્પો જાયતે ઈતિ મનાઃ’ અર્થાત જે સંકલ્પો અને વિકલ્પોને જન્માવે છે તે ‘મન’ છે તેવી વ્યાખ્યા શાસ્ત્રોએ કરી છે. ફીઝીકલ ભાષામાં આપણે જેને બ્રેઈન (મગજ) કહીએ છીએ તે મગજ તો શરીરનો હિસ્સો છે. સંકલ્પો અને વિકલ્પો જન્માવતા મનનું સ્થૂળ શરીર એટલે મગજ.