કાશ, મોબાઈલ ન હોત! ૨

(64)
  • 3.1k
  • 8
  • 1.3k

             કાશ, મોબાઈલ ન હોત!-૨    અવિનાશ ગુજરાતના ગરીબ ગામડાના ગરીબ ખેડૂત પરિવારનો એકનો એક દીકરો હતો. મા-બાપે કાળી મજૂરીના કાળા પટ્ટાઓને કેડે બાંધીને એને બી.એડ. ના અભ્યાસ લગી પહોંચાડ્યો હતો. માવતરની  સાથે સાથે પોતે પણ અથાક મહેનત કરીને બી.એડ કોલેજમા પ્રવેશ મેળવવાને લાયક ગુણ મેળવ્યા હતા.  બી.એડ્. ની તાલીમ દરમિયાન એની કોલેજમાંથી ઉત્તર ભારતના પ્રવાસનું આયોજન થયું હતું. કોલેજનો વણલખ્યો નિયમ હતો કે ગમે તે કારણ હોય, મા-બાપ કે તાલીમાર્થી ભલે વેચાઈ જાય કિન્તું પ્રવાસનો નકાર તો ન જ કરી શકે!  અને જે તાલીમાર્થી આનો ઈન્કાર કરે તેના માટે સદાયને કાજે કોલેજના દરવાજા બંધ