રાતની થંડી આજે વર્તાઈ રહી હતી. ઉપરની નાની એવી ઉજાસ બારીમાંથી પવન ફુંકાય રહ્યો હતો. આજુબાજુ સર્વત્ર ઠંડગાર વર્તાતુ હતુ. આજુબાજુ જ્યાં નજર ફેરવો ત્યાં સુધી અંધારુ છવાયું હતું. માત્ર થોડા થોડા અવાજો કાને અથડાતા હતા. મારી આજુબાજુના લોકો આ રાતની મજા પોતાની ઉંઘ દ્વારા માણી રહ્યાં હતાં. તેમાં હું ક્યારનો પોતાની આંખ મિચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આસપાસ ઘોર અંધારૂ હતું. દૂર હરોળમાં નજર નાંખતા એક બલ્બ સળગતો દેખાતો હતો. ત્યાં જ એક માણસ પોતાના હાથમાં દંડોને ખભે બંદુક લઈને બેઠો રહેતો, નહીં તો ક્યારેક બંદુક સાઈડ પર મૂકીને સુઈ જતો. અમારામાંથી ઘણા એને ઘુવડ કહેતા એ પણ રાતના