અજાણ

(28)
  • 3.2k
  • 9
  • 1.2k

વાત કંઈ એટલી જૂની પણ નથી.લગભગ બે વર્ષ પહેલા કે જ્યારથી મેં સપના જીવવાના ચાલુ કર્યા.હા પણ એ મારા નહિ બીજાના! urvi તો હજી મારા જીવનમાં આવી જ ન હતી. આમ જોઈએ તો ઘણું સારું જીવન જીવી રહ્યો હતો સારી નોકરી,સારી સગવડો અને સૌથી સારો પરિવાર! બસ આવી અવિરત ચાલતી ગાડીમાં તેની સાથે પહેલી મુલાકાત થઈ. તમારા મનમાં શાહરૂખ-કાજોલ આવે પહેલા કહી દવ કે ના એવું તો કંઈ નહોતું થયું. વાત જાણે એમ હતી કે રવિવારનો દિવસ હતો એ હું મારા પિતાશ્રીના કહેવા પર પહોંચી ગયેલો ગવર્મેન્ટ ની પરીક્ષા આપવા.પરીક્ષાનું કેન્દ્ર એક જૂની જર્જરિત થયેલી સરકારી સ્કુલ. હું અંદર પ્રવેશ્યો