લાલી...આત્માનો સંબંધ

(31)
  • 1.8k
  • 8
  • 768

રામપુરા ગામના ત્રીજા ફળિયામાં તળિયે લિપણવાળું ખૂણાનું એક કાચું ઘર. જેની દીવાલ આજ પડું કાલ પડું થઇ રહી હતી. એની ઓસરીમાં કાથીથી ભરેલા ખાટલા પર ફાટેલી ગોદડીમાં કરસનકાકી જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા. કરસનકાકી.... એકસમયે ફળિયામાં જેમનો વટ હતો. ખાધે પીધે સુખી પરિવારની દીકરી. સાસરે આવ્યા ત્યારે અગિયાર ગાયો કન્યાદાનમાં લાવ્યા હતા. આખા ફળિયામાં તો બધાની આંખો પહોળી થઈ ગઈ હતી. શરીરે ભરાવદાર , ઊંચા અને અવાજમાં રુઆબ છલકે. એવોતો ભારે વટ કે એમનું કહેલું સહુ કોઈ માને. સંયુક્ત કુટુંબમાં પરણીને આવ્યા હતા અને સૌ કોઈ સાથે દુધમાં