વિષાદ યોગ- પ્રકરણ-13

(185)
  • 7.7k
  • 7
  • 4.7k

રાજકોટથી જુનાગઢ તરફ જતા રસ્તા પર બે કાર પુરપાટ વેગથી દોડી રહી હતી. એક કારમાં નિશીથ ડ્રાઇવ કરતો હતો અને તેની બાજુમાં કશિશ બેઠી હતી અને પાછળની સીટ પર બિનાબેન અને સુનંદાબેન બેઠા હતા. જ્યારે બીજી કારમાં સુમિતભાઇની બાજુમાં કિશોરભાઇ બેઠા હતા અને પાછળની સીટ પર કિશોરભાઇના મિત્ર ઉપેન્દ્ર શાસ્ત્રી બેઠા હતા. બંને કાર સવારના આઠ વાગ્યામાં રાજકોટથી જુનાગઢ તરફ જવા નીકળી હતી. તે દિવસે કિશોરભાઇની જ્યોતિષ શાસ્ત્રીને મળવાની વાત સાંભળી સુમિતભાઇએ અને સુનંદાબેને નિશીથને બધી વાત કરી તો નિશીથે કહ્યું “ મને એમા કોઇ પ્રોબ્લેમ નથી. આમપણ હવે આપણી પાસે બીજો કોઇ ઉપાય પણ ક્યાં છે? જોઇએ આમા શું