નો રીટર્ન-૨ ભાગ-૬૬

(317)
  • 7.9k
  • 12
  • 4.5k

નો રીટર્ન-૨ ભાગ-૬૬ મારું જડબું સખત રીતે દુખતું હતું. કાનમાં સણકાં ઉપડયા હતાં. વિનીતે એટલો જબરજસ્ત મુક્કો માર્યો હતો કે મોઢામાંથી લોહી બંધ જ નહોતું થતું. અનેરીનાં તંબુની બહાર નિકળીને હું મારા મોઢામાં આવતું લોહી નીચે જમીન ઉપર થુંકયો. મારી જીભમાં કાપો પડયો હતો. બે દાંત વચાળે આવવાથી જીભમાં ચીરો પડયો હતો અને જીભ એકધારી લવકારા મારતી હતી. મને ખબર હતી કે ક્યારેક તો અનેરીને લઇને મારી અને વિનીત વચ્ચે લડાઇ થવાની હતી જ. પણ તે આટલી જલ્દી થશે એ ખબર નહોતી. વળી શારીરીક રીતે હું વિનીતને પહોચીં વળવા સક્ષમ નહોતો એ હું સમજતો હતો છતાં અત્યારે મેં તેને