સેલ્ફી ભાગ-25

(390)
  • 5.1k
  • 20
  • 3k

સેલ્ફી:-the last photo Paart-25 હવેલીની બનાવટમાં લાકડાનો મોટાપાયે ઉપયોગ થયો હોવાથી એમાં ફેલાયેલી આગ વધુ તીવ્રતાથી વધી રહી હતી.અડધા કલાકમાં તો આખી હવેલી જાણે મોટી જ્વાળામાં લપેટાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. રુહી,શુભમ,રોહન અને મેઘા હવેલીથી નીકળી દરિયાકિનારે તરફ જતાં કાચા રસ્તે ધીરે-ધીરે આગળ વધી રહ્યાં હતાં..રોહન પાછો ફરીફરી હવેલી તરફ નજર કરતો જ્યાં એને બસ આગ ની જ્વાળાઓ સિવાય હવે કંઈ નજરે નહોતું પડી રહ્યું..હવેલીમાં લાગેલી આગનો કાળો ધુમાડો ઊંચે સુધી દેખાઈ રહ્યો હતો. એ લોકો જ્યારે અહીં આવ્યાં ત્યારે કાચો રસ્તો ઉબળખાબળ જરૂર હતો પણ એની ઉપર કોઈ વિઘ્ન નહોતું આવ્યું.એ લોકોનાં અહીં આવ્યાં