બ્લેક હોલ (ભાગ-૨)

(12)
  • 2.7k
  • 2
  • 1.1k

બ્લેક હોલ (ભાગ-૨) એક કલ્પના કરો. અંધારી રાત છે. કાળા ડિબાંગ વાદળોથી અંધારેલું વાતાવરણ છે. અનંત સુધી ફેલાયો હોય એવો દરિયો છે. દરિયામાં તોફાન જામ્યું છે. દસ ફૂટ કરતાંય ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. એવાં કપરા વાતાવરણમાં તમે એક નાનકડું હોડકું લઇને દરિયામાં જઇ રહ્યાં છો અને દરિયાના તોફાનમાં બરાબરના ફસાયા છો. તોફાનમાંથી બહાર નીકળવા અત્યંત તીવ્રતાથી હલેસા મારી રહ્યાં છો. અચાનક પડ્યાં પર પાટુ જેવી વાત તમારી નજરે ચડે છે. તમારી નજીકમાં એક મોટું વમળ (કે ભમરી) સર્જાયું છે. આસપાસનું પાણી ઘુમરી ખાતું સપાટાબંધ એ ભમરીમાં સમાઇ રહ્યું છે. હજારો ગેલન પાણી એ રીતે અંદર જઇ રહ્યું છે. એ