વિષાદ યોગ- પ્રકરણ-12

(184)
  • 6.1k
  • 4
  • 4.4k

નિશીથે કશિશને વાત કરતા કહ્યું “ આજે તને એક એવી વાત કહીશ જે સાંભળીને તું કદાચ સાચી નહીં માને, પણ હું જે કહું છું તે એકદમ સત્ય છે.” એમ કહી તેણે કશિશની આંખમાં જોયું પણ કશિશની આંખમાં તેને કોઇજ ભાવ જોવા ના મળ્યો એટલે તેણે વાત આગળ વધારી “ આજથી લગભગ સાત આઠ વર્ષથી મને થોડા થોડા દિવસે એકજ સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં મને એક દ્રશ્ય વારંવાર દેખાય છે” એમ કહી નિશીથે તેને આવતા સપનાની બધી વાત કરી અને કહ્યું “ અને જ્યારથી મારા બર્થડે પર અનાથાશ્રમમાં મને પેલા બાબા મળ્યા ત્યારથી આ સ્વપ્ન રોજ આવે છે. આ સ્વપ્નથી હું