નો રીટર્ન-૨ ભાગ-૬૩

(321)
  • 7.7k
  • 13
  • 4.9k

નો રીટર્ન-૨ ભાગ-૬૩ ગુફામાં ઘોર અંધારું હતું. મેં મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલું કરી. અમારા કોઇનાં મોબાઇલ અહીં ચાલતાં નહોતાં પરંતુ જ્યાં સુધી બેટરી ખતમ ન થાય ત્યાં સુધી તેનાથી આ કામ લઇ શકાતું હતું અને અહીનાં ફોટા પાડી શકાતાં હતાં. ક્રેસ્ટો સાવધાનીથી તેનું માથું સંભાળતો મારી પાછળ અંદર ઘૂસ્યો. ગુફા ખાસ્સી ઉંડી જણાતી હતી. અંદર પણ જાતભાતની વનસ્પતીઓનું સામ્રાજ્ય છવાયેલું હતું. વર્ષોથી અછૂત રહેલી ગુફામાં બંધીયારપણાંની દુર્ગંધ ફેલાયેલી હતી. મને ખ્યાલ નહોતો આવતો કે અહીં અમે કેવી રીતે રહીશું...! આવી વિચિત્ર જગ્યામાં કેટલાં પ્રકારની જીવાતો પનપતી હશે એ કળવું મુશ્કેલ હતું અને એનાથી બચવું તો ઓર વધુ મુશ્કેલ હતું.