મા તે મા.

(35)
  • 10k
  • 1
  • 1.3k

અવની હું અમીષ ને ચાલવા લઈ જાઉં છું, બેટા. ! કહી ને શ્રદ્ધાબેને અમીષ નો હાથ પકડયો અને ઘર નો દરવાજો બંધ કર્યો.....હાશ ......કહી ને અવની બહાર ના રૂમ માં આવી .....નિમીત્ત સાથે પ્રેમ લગ્ન કર્યા અને એક વર્ષ થયું હતું, તે આ ઘરમાં એક વર્ષથી રહેતી હતી, પણ અમિષ ની સામે આવવાનું કે વાત કરવાનુ તે હંમેશા ટાળતી.... આમ તો અમિષ તેનો જેઠ કહેવાય..! પણ જન્મથી જ વિકાસ નહિ પામેલા બાળકો માં આવતો... જાતે પોતાના કોઈપણ કામ કરવા માટે અસમર્થ અને મંદબુદ્ધિ!!!! 30 વર્ષનો હોવા છતાં પણ પાંચથી દસ વર્ષના બાળકના જેટલો