સેલેરી - 2 પેલા બાઇકસવાર ને હોસ્પિટલ પહોચાડવામાં અનિતાને શાળાએ પહોચતા મોડું થઇ જાય છે, એથી શાળાના પ્રિન્સિપાલ એક અઠવાડીયા માટે શાળામાંથી રજા આપી દે છે. સવારમાં અનિતા જ્યારે ઘરનું કામ કરી રહી હતી ત્યારે ડોરબેલ વાગે છે, દરવાજો ખોલતા જ અનિતા ચૌંકી જાય છે, “સર......તતમેએએએ......” અનિતાના મોં માંથી ઉદગાર સરી પડે છે. “હા....અમે.......” એ બીજુ કોઇ જ નઇ પણ અનિતા ની શાળાના પ્રિન્સિપાલ એમના દીકરા સાથે અનિતાને મળવા આવ્યા હતા. અનિતાએ જે બાઇકસવારની મદદ કરી હતી એ બીજુ કોઇ નહિ પણ પ્રિન્સિપાલ નો દિકરો આકાશ હતો. બીજા દિવસે સવારે આકાશ, બસસ્ટોપ પર મદદ કરનાર યુવતિને