ભેદી ટાપુ - ખંડ બીજો - 13

(237)
  • 9.2k
  • 12
  • 5.4k

“તરછોડાયેલા માણસ!” પેનક્રોફ્ટ બોલ્યો. “ટેબોર ટાપુ ઉપર અહીંથી દોઢસો બરસો માઈલ દૂર! કપ્તાન, હવે તમે મને જવાની ના નહીં પાડો.” “હા, પેનક્રોફ્ટ,” હાર્ડિંગે જવાબ આપ્યો. “તમારે જેમ બને તેમ જલદી નીકળવું જોઈએ.” “આવતી કાલે?” “હા, આવતી કાલે!” ઈજનેરના હાથમાં શીશામાંથી નીકળેલો કાગળ હતો. તે તેના ઉપર વિચાર કરતો હતો. પછી તે બોલ્યો.