“પપ્પા, તમે ક્યારે આવશો...?” ઓહ નો, આવીરીતે કોઈ જતું હશે કઈ ? તમને તો ખ્યાલ છે ને કે હું અને મોન્ટુ તમે દસ વાગ્યે ઓફીસ પરથી આવો પછીજ જમીએ છીએ પરંતુ એ દિવસ કોણ જાણે કેવો આવ્યો રાત્રીના અગ્યાર સાડા અગ્યાર અને બાર વાગ્યા ને તમારો મોબાઈલ પણ ઉપાડ્યો જ નહિ અને પછી તમે.....! મને બધી ખબર છે પપ્પા, છેલ્લા છએક મહિનાથી તમે બહુ ડીસ્ટર્બ હતા. ધંધામાં નુકશાની, આર્થિક સંકટ, બેંકલોન અને વળી લેણિયાતોની પઠાણી ઉઘરાણી આ બધું ટેન્શન તમારા ચહેરા પર વાંચી શકતી. આમ છતાં તમે ઘરમાં પ્રવેશતા ત્યારે બધી ચિંતાને બહાર મુકીને આવતા. મને એ પણ ખ્યાલ છે