પપ્પા

(28)
  • 3.2k
  • 1
  • 913

પપ્પા ( ‘ભરતી અને ઓટ’ વાર્તાસંગ્રહ, વાર્તા નં. 3 ‘પપ્પા’ ) “પપ્પા ક્યારે આવશે ?“ ચાર પાંચ વર્ષનો વિરાટ તેની મમ્મીને ભોળાભાવે પૂછી લેતો. પણ સામેથી કશો જવાબ મળતો નહિ, વિરાટનો આ પ્રશ્ન તેની મમ્મીના ચાંદલા, સિંદૂર વગરના ચહેરામાં કાન વાટે થઈને સીધો હદયમાં ભોંકાતો અને ઝળઝળિયાં રૂપે આંખો વાટે બહાર આવતો. પછી ઘેરો નિસાસો અને થોડા ડૂચકા. પણ એક દિવસ વિરાટને તેના નાના એ કહ્યું હતું “આજે તારા પપ્પા આવવાના છે” આ સાંભળીને નાનકડો વિરાટ ગેલમાં આવી ગયો હતો. તે દિવસે વિરાટ નાના મોટા સહુને અપાર ખુશીથી કહેતો હતો “આજે મારા પપ્પા આવવાના છે”. સાંજે આવેલા