ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી - 8

(83)
  • 4k
  • 6
  • 1.9k

સ્વયમ નેતાના ખાસ માણસને લઇને પાર્ટી પ્લોટની ઓફિસમાં પહોંચ્યા જ્યાં પહેલાથી જ બધી તૈયારી કરી રાખવામાં આવી હતી. ખુરશી પર તેને બેસાડી બાંધી દેવામાં આવ્યો અને તેના ફોન પરથી જ સોપારી આપનાર રાજકીય નેતાને ફોન લાગવવામાં આવ્યો. ફોનની રીંગ વાગી થોડીક વારમાં સામે છેડીથી અવાજ આવ્યો. હા બોલ, શું થયું ? પેલી મિત્તલ અને તેના આશીકને ઠેકાણે લગાવી દીધા કે નહીં. બન્ને જણા માથે પડી રહ્યા છે.નેતાનો અવાજ સાંભળતા જ સ્વયમ તેને ઓળખી ગયો, ફોન સ્પીકર પર જ હતો એટલે કોઇ વાત છુપી રહી ન હતી. મિત્તલ અને તેના આશીકને પણ નેતાની હકીકતની જાણ થઇ ગઇ હતી. સ્વયમે નેતાને કહ્યું,