દીકરી.

(38)
  • 2.1k
  • 3
  • 642

' પપ્પા'.... નાની હતી ત્યારથી લગ્ન થયા ત્યાં સુધી તેના જીવન વર્તુળનું કેન્દ્ર એટલે પપ્પા... અને પપ્પા માટે પણ તો પોતે સૌથી લાડકી હતી. લગ્ન પછી આજે પહેલીવાર પપ્પા ઘરે આવવાનાં હતા. ઉમંગ અને ઉત્સાહથી તેમને આવકારવા તે તત્પર હતી. બધી તૈયારીઓ કરતી વખતે તેનો ઉત્સાહ છલકાઈને બહાર આવતો હતો. પણ મન.... મન તો જાણે અત્યાર સુધી પપ્પા સાથે વિતાવેલ ક્ષણોને વાગોળતું સ્મરણોની સફરે નીકળી ગયું હતું. મા પાસેથી સાંભળ્યું હતું કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે બધા લોકો ના મોઢા પરની ખુશી જાણે વિલાઈ ગયેલી. 'દીકરી આવી.. ' એમ બોલાતાંં શબ્દોમાં બાળકના જન્મના સુખ કરતાં તે દીકરી હોવાનું