નો રીટર્ન-૨ ભાગ-૬૨ સૌથી છેલ્લે ક્રેસ્ટો આવતો હતો. તેનાં પગે કંઇક અથડાયું હોય એવું એવું તેણે મહેસૂસ કર્યુ. કદાચ કોઇ જળચર તેનાં પગ સાથે ઘસાઇને પસાર થઇ ગયું હતું. પણ બીજી જ સેકન્ડે તેની બરાબર આગળ ચાલતાં માણસે ભયાનક બૂમ પાડી હતી અને રીતસરનો તે પાણીમાં ઉછળ્યો હતો. તે ઉછળ્યો બરાબર એ સમયે જ એક વિકરાળ મગરમચ્છનું મોઢુ પાણીમાંથી બહાર નિકળ્યું અને પેલાં માણસનાં બન્ને પગ તેનાં ખૂલ્લા જડબામાં સમાઇ ગયાં. કોઇ કંઇ સમજે કે અચાનક શું થયું એ પહેલાં તો એ ઘટના ઘટી ગઇ હતી. એ કાર્લોસનો માણસ હતો. હાથમાં રાઇફલ પકડીને સાવધાનીથી ચાલતો તે નદી ક્રોસ