આરાધના

(27)
  • 1.6k
  • 8
  • 552

આરાધના –રાજુલ કૌશિક અને વિજય શાહજવાહર ભાઇની ઉંમર તો ૮૪ વર્ષની પણ લાગે ૬૦ નાં. એમના ઘરમાં પગ મુક્યો ને દિવાલ ઉપર માધુરી દિક્ષિત અને ઐશ્વર્યા રાય નાં મોટા હસતા બે ચિત્રો જોઇને જરા ખચકાટ તો થયો પણ આજન્મ બ્રહ્મચારી અને સુખી સંપન્ન કુટુંબનો નબીરો મારે માટે રસનો વિષય બન્યો. અને પહેલો જ પ્રશ્ન આ ચિત્રો ઉપર જ આવ્યો ત્યારે મસ્ત અદાથી તેમણે તેમની વાત શરુ કરી ““અમારી જ્ઞાતિમાં લગ્ન કુટુંબમાં જ કરે કે જેથી સંપત્તિ વહેંચાઇને બીજા ઘરમાં ના જાય. હવે મારું જ્યાં નક્કી થતું હતુ તે મસિયાઇ બહેન.. જેની સાથે મારે લગ્ન નહોતા કરવા એટલે હું નાત બહાર