નો રીટર્ન-૨ ભાગ-૬૧

(315)
  • 7.2k
  • 21
  • 5k

નો રીટર્ન-૨ ભાગ-૬૧ અમારી સફરનો પહેલો પડાવ એક આદિવાસી કસ્બો હતું. પિસ્કોટાનાં પાદરીએ એ કસ્બાનાં મુખીયા ઉપર અમારી રોકાણની વ્યવસ્થા કરવાની ભલામણ કરતો પત્ર લખી આપ્યો હતો એટલે ત્યાંનાં મુખીયાએ તુરંત અમારી આગતા-સ્વાગતા આરંભી હતી. અમારા માટે ચાર ઝુંપડા જેવાં ઇંટ ગારાનાં બનેલાં કાચા મકાનો ખાલી કરાવાયા હતાં. જે રીતે મુખીયા દોડતો હતો એ જોતાં મને લાગ્યું કે પાદરીની તેની સાથે બહું સારી ઓળખાણ હોવી જોઇએ. લગભગ દસેક વાગ્યાની આસપાસ અમે પહોચ્યાં હોઇશું. અમારી સગવડતા ગોઠવાતાં અગિયાર વાગી ગયાં હતાં એ દરમ્યાન કબીલાનાં લોકોએ અમારાં માટે ભોજન બનાવ્યું હતું જે થાળે પડીને અમે આરોગ્યું હતું. વરસાદ ક્યારનો અટકી