મિત્રતા સામે પ્રશ્નાર્થ !!

(22)
  • 2.3k
  • 2
  • 763

WhatsApp messages ના ઉદય ની સાથે જ દિશા ની સવાર પડી!! આજે ફોન ની notifications એ alarm ની ગરજ સારતી હોય છે. દિશા એ હમણાં જ એની study પૂરી કરી ને એક સારી MNC માં job join કરી હતી. દિશા ભણવામાં ખુબ હોશિયાર હતી એટલે અભ્યાસ ના સમય માં તો તેને ફોન ની સામે જોયું પણ ન હતું પણ હવે વાત અલગ હતી. હવે તો દિશા પાસે પૂરતો સમય હતો ફોન અને social media ને તેના સાથીદાર બનાવવાનો. જુના મિત્રો સાથે મળવાનું પણ હવે social media પર જ થતું હતું એટલે દિશા પણ free time માં ફોન જોવાનું ચૂકતી નહિ.