બુસ્કોટ

(26)
  • 4.5k
  • 1
  • 917

રોજીંદા ક્રમ મુજબ. હું વર્ગમાં બાળકોની હાજરી પૂરતો હતો. રોલ નંબર 17, રાહુલે ઉભા થઈ જય હિન્દ કહી હાજરી પુરાવી. મારું ધ્યાન તેના પર ગયું. આજે તે મને અલગ લાગ્યો. રોજ તેના મોઢા ઉપર ઉદાસ ભાવ જોવા મળતો. તે ઓછું બોલવા વાળો અને બધાથી અલગ રહેતો હતો. વર્ગમાં તેના મિત્રો પણ ન હતા.હાજરી પૂરી ને મેં રાહુલની સામે જોયું. આજે તેણે શર્ટ સરસ પહેરેલો હતો. ગામડામાં પણ સરકારી શાળામાં યુનિફોર્મ તો હોય જ પરંતુ બાળકોના વાલીની સ્થાનિક પરિસ્થિતિથી અમે વાકેફ હોઈએ. મોટા ભાગના વાલીઓ ખેત મજૂરી પર પોતાનું ગુજરાન ચલાવતા હતા.અમુક બાળકોના વાલીઓ હીરા