એક ભૂલ.

(62)
  • 4.5k
  • 16
  • 1.4k

માં હવે સહન થતું નથી. જાણે આખી દુનિયા મારી દુશ્મન બની છે. મને ખુબજ એકલું-એકલું લાગે છે. તારા પાસે આવવા મન બળવતર બને છે. મા તારા વગર આ શીયાળાની કાતીલ ઠંડી રાતમાં મને ખુબજ ડર લાગે છે. એવી ઇચ્છા થાય છે કે તારી પાસે દોડી આવી તારા ખોળામાં તારી પ્રેમાળ હુંફમાં ઘસઘસાટ ઉંઘી જઉં. ઘણા સમયથી હું આરામથી સુઇ શક્યો નથી. મને ખુબજ બીક લાગે છે. મા તારો કબીર જે કદી પણ કોઇથી ડરતો નહતો તેને કોઇ અજાણ્યો ડર ડરાવે છે. મા આવી દંભી, આડંબરી, ફરેબી, બનાવટી, વિશ્વાસઘાતી દુનિયામાં કેવી રીતે જીવી શકાય? મા મારી ફરિયાદ ત્યાં ઇશ્વર પાસે કહેજે, કારણકે