સેલ્ફી:-the last photo Paart-20 એ એવી રાત હતી જ્યારે પ્રથમ વખત કોઈ અગોચર ઘટના જેને કોઈ પરલૌકિક શક્તિ દ્વારા અંજામ અપાયો હતો એ ઘટિત થઈ હતી. એનો સાક્ષી બન્યો હતો હવેલીમાં કામ કરતો નોકર દામુ..એ ઘટના થી એ એટલો બધો ડરી ગયો હતો કે એનાં કારણે એને ત્યાંને ત્યાં પેશાબ પણ થઈ ગયો. સવાર પડતાંની સાથે રોહન,મેઘા,જેડી,રુહી અને શુભમ સ્નાન ઈત્યાદિ પૂર્ણ કરી ફ્રેશ થઈને પોતાનાં રૂમમાંથી નીકળી હોલમાં આવી પહોંચ્યા.ગઈકાલ ની સંપૂર્ણ રાત એ બધાંને સારી એવી ઊંઘ આવી હતી જેનાંથી એ બધાં તાજગી અનુભવી રહ્યાં હતાં. દામુ કેટલી વાર..જલ્દી ચા અને નાસ્તો લેતો આવ.. ડાઈનિંગ ટેબલ