2018ની શ્રેષ્ઠ 10 હિન્દી ફિલ્મો

(11)
  • 2.4k
  • 1
  • 1k

2018ની શ્રેષ્ઠ 10 હિન્દી ફિલ્મો- 2018નું વર્ષ હિન્દી સિનેમા માટે ફળદાયક રહ્યું કહેવાય. ઘણું. સતત સારી ફિલ્મો આવી. અને સારી ફિલ્મો અમુક અપવાદ બાદ કરતાં ચાલી પણ ખરી. લોકો ય અલગ અલગ કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો વધુ સ્વીકારતા થયા. એક એવું અપવાદજનક વર્ષ આ રહ્યું કે ચોક્ક્સ દસ ફિલ્મો પસંદ કરવામાં કોઈ ફિલ્મને અન્યાય તો નથી થઈ રહ્યો ને એમ વિચારવું પડે અને લિસ્ટમાં આવવા ફિલ્મો વધી પડે! (એટલે અમુક સ્થાન પર બે ફિલ્મો છે.) છતાંય મને ગમેલી શ્રેષ્ઠ 10 હિન્દી ફિલ્મોની યાદી બનાવી છે. જુઓ તો! #10. સોનુ કે ટીટુ કી સ્વીટી એકદમ હટકે અને કરન્ટ કોન્સેપ્ટ. પ્લસ મનોરંજક આઈ મીન લવરંજક માવજત.