નો રીટર્ન-૨ ભાગ-૫૯ એ ધમાચકડી ગણતરીની માત્ર ચંદ મિનિટોમાં જ સમેટાઇ હતી. પણ એ ચંદ મિનિટો જાણે વર્ષોથી વહેતી હોય એવી રીતે પસાર થઇ હતી. પ્રોફેસર અને એક સ્નાઇપર આપસની લડાઇમાં બહું ખરાબ રીતે મરાયા હતાં. પાશેરામાં પહેલી પૂળી સમાન એ મૃત્યું હતાં. ખબર નહીં આ જંગલ હજું કેટલાનાં જીવ લેવાનું હતું. ક્લારાએ એક સ્નાઇપરને ગન પોઇન્ટ ઉપર રાખ્યો હતો એ દરમ્યાન રોગન તેની નજીક પહોચ્યો હતો. થડનાં ટેકે કરાહતા બેઠેલાં સ્નાઇપરને જોઇને તેનો પિત્તો ઉછળ્યો હતો. જો સહેજ શરતચૂક થઇ હોત તો થોડીવાર પહેલાં તેનાં રામ રમી ગયાં હોત. આ વ્યક્તિએ છોડેલી ગોળીથી તે માત્ર એકાદ ઇંચનાં