કડવું સત્ય

(24)
  • 5.6k
  • 6
  • 1.1k

આજ જે અહીં રજૂઆત કરી રહી છું એ પીડા માંથી દરેક માનવી પસાર થાય છે. રાત દિવસ જે સમાજમાં ક્રાઈમ્સ થઈ રહયા છે એનો ભોગ દરેક માનવી બને છે. દરેક માનવી પરેશાન છે છતાં કોઈ તેને રોકવાનો પ્રયત્ન કરતુ નથી. પોલીસ મદદ કરે તો ગવાહ મળતા નથી, કારણ માત્ર એક જ છે ડર! અને જેમને ડર નથી એમની અંદરની માનવતા ધીરે ધીરે નાબૂદ થઈ રહી છે.આખું જીવન ડરીને રહેવું દરેકને મંજુર છે પણ કોઈ ને ક્રાઈમ્સને રોકવાનો પ્રયત્ન કરવો નથી. ઘણા ડરપોક લોકો સ્વાર્થી વાત કરતા પણ અચકાતા નથી. એવું જાહેરમાં બોલે કે, આપણને ક્યાં કઈ થયું છે? આપણે આપણા કામથી