પોતાનાં કે પારકાં ?

(28)
  • 3.5k
  • 4
  • 1k

વાર્તા : પોતાનાં કે પારકાં? પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘શું થયું પછી?’ મનુકાકા અને અતુલફૂવાની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા, ભાઈ નીરજ અને બહેન મીરાં એમને ઘરના દરવાજેથી પ્રવેશતાં જોઇને અધીરાઈથી પૂછી બેઠા. નીરજ અને મીરાંના પપ્પા મનીષભાઈ સ્વસ્થતાપૂર્વક બોલ્યા, આવો, મનુભાઈ, આવો અતુલભાઈ, બેસો.’ બંને જણા ઘરમાં આવીને બેઠા, વર્ષોથી ઘરમાં કામ કરનાર રુખીબહેને એમને પાણી આપ્યું. ‘રૂખીબેન, બધાંને માટે ચા મુકજો, અને નાસ્તો પણ લાવજો’ મનીષભાઈએ રુખીબેનને કહ્યું. પાણી પીતાં પીતાં બંને જણે નોધ્યું કે બધાંની નજરો પોતાને પ્રશ્નાર્થરૂપે તાકી રહી છે. મનુકાકા અને અતુલફૂવાએ એકબીજાની સામે જોયું, બંનેની નજરોએ સંતલસ કરી લીધી, પછી