Memory (યાદશકિત) કહેવાય છે કે આપણા મેમોરી પાવર (યાદશકિત) પર પોતાનો કાબુ હોય છે. યાદશકિત માણસની એક અખુટ શકિત છે.માણસનુ મગજ યાદોથી ભરેલું રહે છે પછી એ સારી યાદો હોય કે પછી ખરાબ યાદો. વાત યાદશકિતની છે તો એક વાત યાદ આવી રહી છે. જે હું અહી કહેવા જઈ રહયો છું. વાત એ સમયની છે જે સમયે હું બીજા ધોરણમા ભણતો હતો. હું ભણવામાં હોંશિયાર અને શાંત હતો.અમે જે મકાનમાં રહેતા હતા તે ભાડાંનું હતુ. મારી શાળા અને ઘરનું અંતર લગભગ 1 કિમી જેટલું હતુ. દરરોજ ચાલતા જવાનું અને ચાલતા ફરી ઘરે આવવાનું. શાળાનો સમય સવારનો હતો. અમે