ચલો, વર્ષની શરૂઆત જ પીકનીકથી થઈ! અને આનાથી વધુ સારી શરૂઆત કોઈ હોય શકે ખરી!પીકનીક પર તો ઘણીવાર જતા હોઈએ, પણ આ પીકનીક મારા માટે કંઈક અલગ જ હતી. કારણ કે, આ પહેલી એવી પીકનીક હતી કે, જેમાં હું સ્ટુડન્ટ નહોતી, અને ફેકલ્ટી પણ નહોતી જ! તો હતી શું? હું હતી "પટેલ કોમર્સ એકેડમી" એટલે કે, પોરબંદરની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ PCAના ફેકલ્ટી કિશન બદીયાણી અને વિરલ ચાવડાની ફ્રેન્ડ! ('સર' લખવાની જરૂર મારે નથી!) જો કે, ધવલ સરની પણ ફ્રેન્ડ તો ખરી જ, પણ FB ફ્રેન્ડ એટલે રૂબરૂ ક્યારેય મળી ન હતી.1 જાન્યુઆરી, 2019ના દિવસે જ કિશનનો મેસેજ આવ્યો, "5th ના પીકનીક