રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૮

(14)
  • 3.4k
  • 1
  • 1.4k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૮ આખરે જેકી,વિકી અને હૅલનનું સાથે બેસીને ચર્ચા કરવાનો સમય આવી ગયો અને જેકીએ બધી જ વાત માંડીને કરી પછી બધા રાતના અંધકારમાં આશાના કિરણને શોધતા પોઢી ગયા. હવે આગળ, વિકીને પહેલેથી જ સવારે ઉગતા સૂરજ સાથે ખુશ થઈને અને તાજગી અનુભવીને જાગવાની આદત એટલે સૌથી પહેલા સૂરજના એ કિરણોની પહેલી ઝલક આંખ પર પડી પછી રોજના નિત્યક્રમ પ્રમાણે ખુલ્લી હવામાં આંટો મારવા ગાર્ડનમાં ચાલવા લાગ્યો અને પોતાની જ જાત સાથે વાતો કરતો હોય એમ, કેટલી તાજગી છે ને આ હવામાં, રાતના અંધારને ચીરીને આ સૂરજના કિરણો નવા સપનાઓ સાથે રોજ આવે છે અને મનને શાંતિની અનુભૂતિ કરાવે