જીવન સંધ્યા.....

(34)
  • 4.5k
  • 6
  • 1.2k

થોડી જ વારમાં ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી છે તેવી અનાઉન્સમેન્ટ થતા જ રેવતી એ પોતાની જાતને સંભાળી લીધી ...૧૮ કલાકની લાંબી મુસાફરી અને તે પણ નાનકડા ચાર વર્ષના રેહાન ની સાથે , આ બાબતે રેવતી ઘણા દિવસથી સતત ટેન્શનમાં હતી ...અને હાશ !! આખરે અમદાવાદ આવ્યું !!! થોડી જ વારમાં તે પોતાના ઘરે પહોંચી જશે.. ખાસ્સા ત્રણ વર્ષ બાદ તે યુએસ થી ભારત આવી રહી હતી ..છેલ્લે ત્રણ વર્ષ પહેલા મમ્મીના અવસાન વખતે મહિનો રોકાઈ હતી તે ફરી આજે ... મમ્મી ની યાદ આવતા