નો રીટર્ન-૨ ભાગ-૫૭ સૌથી પહેલાં રોગન ચોંકયો હતો. તેનાં કાને ધીમો છતાં એક સ્પષ્ટ અવાજ સાંભળાયો હતો. કોઇક તેમનો પીછો કરતું હોય એવો અવાજ...! અવાજ ઘણે દુરથી આવ્યો હતો છતાં એ અવાજમાં રહેલી ઘાતકતાં તેનાં અનુભવી કાને પકડી પાડી હતી. નહી... આ કોઇ સામાન્ય બાબત નહોતી. તેનું માથું ઠનકયું અને ઠઠકીને તે ઉભો રહી ગયો. તેણે પાછળ ફરીને દુર સુધી નજર નાંખી. તેઓ જંગલની અંદર આડબીડ રસ્તે ચાલતાં હતાં. એવું કરવામાં તેમનો મકસદ એ હતો કે કાર્લોસની ગેંગની અડફેટે આવ્યાં વગર તેમનો પીછો કરી શકાય. “ શું થયું રોગન...? “ રોગનને આમ અચાનક ઉભો રહી ગયેલો ભાળીને તેની