નો રીટર્ન-૨ ભાગ-૫૬ પ્રોફેસર જોસેફ થોમ્પસને એભલ સામું જોયું. શબનમને સાથે ન લેવાને કારણે એભલ સખત નારાજ હતો. પણ દિવાન અને રાજનનું ધ્યાન રાખવા માટે કોઇનું ત્યાં રહેવું જરૂરી હતું. એ માટે શબનમ સૌથી યોગ્ય હતી એટલે એભલે સંમતી તો આપી હતી પણ એ તેને સહેજે પસંદ આવ્યું નહોતું. આ અંગ્રેજ લોકો સાથે એકલા જવામાં તેને કોઇ તકલીફ નહોતી છતાં કોઇ પોતાનું સાથે હોય તો ધણો ફરક પડે. વળી જંગલની વચાળે બનેલાં એ કોટેજમાં શબનમને સાવ એકલાં છોડતા પણ તેનો જીવ માનતો નહોતો. તેણે પ્રોફેસર સાથે દલિલો કરી હતી અને ક્લારાને પણ શબનમ સાથે રાખવાની વાત મૂકી હતી પરંતુ