ગલી

(34)
  • 5.7k
  • 3
  • 1.2k

ગલી અરે યાર, આ રોહન પણ ફોન નથી ઉઠવતો. હવે લગ્નને આડે ખાલી પાંચ જ દિવસ છે અને મારા સૂટના ઠેકાણા નથી. હું સ્વગત બબડ્યો.એટલી વારમાં સામેથી રોહનનો ફોન આવ્યો. બોલ ભાઈ, શું આટલી બધી ઇમરજન્સી છે કે તે દસ દસ વખત કોલ કર્યા? રોહનએ પુછ્યું. એ બધું મૂક યાર. હવે મને એ કહે કે આ સૂટનું શું કરવાનું છે? આઈ મીન તે ક્યારે બનીને આવશે? મેં પુછ્યું. જો રવિ, સૂટ એમ કાંઈ તારા માટે હવામાં બની અને ઉડીને નહીં પહોંચે. છેલ્લાં દસ દિવસથી હું તને માપ આપવાનું કહેતો હતો, પણ તારી આળસ ઉડતી જ નથી . રોહન, હવે ઉપદેશ આપવાનું બંધ કર અને મને જણાવ