જીયો...Jio વાલે મુકેશ ભૈયા...

(63)
  • 3.7k
  • 7
  • 1.5k

શિયાળાની કડકડતી ઠંડી ની રાત હતી. હું મારા મેડિકલ સ્ટોર પર બેઠો હતો. મેં જેકેટ, ટોપી લગાવેલા હતા. એટલામાં એક પેશન્ટ પ્રિસ્કિપ્શન લઈ આવ્યો. તેણે હાફ બાય નો મેલો શર્ટ અને મેલું જીન્સ પેન્ટ પહેરેલું હતું. હાથે પાટો બાંધેલો હતો. તેણે આવીને મને કહ્યું, સાહેબજી, દવા દેદો. હું ડોક્ટર સાહેબે લખેલી દવા કાઢવા લાગ્યો.તે મારી સામે બહાર મૂકેલી ખુરશીમાં બેસી ગયો. સાહેબજી, થક બહુત જાતા હું. તે કેહવા લાગ્યો. મેં પૂછ્યું, ક્યાં કામ કરો છો? સાહબ, રોલિંગ મિલ મે કામ કર રહા હું, હમારા ગરમ કામ હૈ. ભઠ્ઠી મેં સે જો ગરમ ગરમ સરિયે નિકલતે