હકીકત

(47)
  • 3.9k
  • 12
  • 1.3k

સવારમાં સૂર્યનાં સોનેરી કિરણો આખી ધરા પર ચાદરની માફક પથરાઈ ગયા હતાં. પંખીઓનો કલરવ શરૂ થઈ ગયો હતો અને કૂકડો તો સવાર પડ્યાંનાં તેનાં કૂક્ડે...કૂક... કરવાનાં કામમાંથી પરવારી ચૂક્યો હતો સાથે સાથે રસ્તાઓ પર 'બાહુબલી' સમા યોદ્ધાઓ એટલે કે આજનાં આધુનિક માનવીઓ પોતાનાં અશ્વરૂપી વાહનો પર સવાર થઈને જીવનનો સંઘર્ષરૂપી નિ:શસ્ત્ર જંગ લડવા નીકળી પડ્યા હતાં. રસોડામાંથી અમૃતાબેન રોજની માફક બુમો પાડીને તેમનાં દીકરા અવસરને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. અવસર, બેટા ઊઠ તારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઊઠ જલ્દી... તો બીજી બાજુ અવસર પણ રોજની જેમ ઊઠુ છું મમ્મી, હજુ વાર છે... એમ