મુક્તિ

(26)
  • 3.3k
  • 2
  • 953

ઘડિયાળ માં સવારના 6 વાગ્યાનું એલામૅ જોર જોરથી રણકી ઉઠ્યું,પ્રકૃતિ અનિચ્છા એ પથારીમાં બેઠી થઈ અને એલામૅ બંધ કરી એક નજર બાજુમાં ઘોરી રહેલા સાગર તરફ માંડી. હૃદય ઘૃણાથી ભરાઇ ગયું,આંખોમા તિરસ્કાર ઉપસી આવ્યો,તેનો સુંદર કોમળ ચહેરો ક્રુર બન્યો, તેની આ નજર જો સાગરે જોઇ હોત તો તે જરૂર છળી મયૉ હોત. પ્રકૃતિ ઉઠીને અરીસા સામે ઉભી રહી,આંખો રડી રડીને લાલ થઇ ગઈ હતી અને મો સૂજી ગયું હતું. તેને રાતની ઘટના ફરી યાઁદ આવી અને ફરી ફરીને આંખમાં આંસુ ઉભરાવા લાગ્યા. તેણે મનને મક્કમ કયુઁ, અને ઘોડિયામાં સુઇ રહેલા બાળક નજર કરી,નજર ની