સેલ્ફી ભાગ-14

(361)
  • 5.2k
  • 19
  • 2.7k

સેલ્ફી:-the last photo Paart-14 "ઓહ માય ગોડ.."આટલું બોલતાં બોલતાં રોહન અને શુભમ દોડીને શુભમની સમીપ આવી પહોંચ્યા. એમને જોયું તો શુભમ હજુ જીવીત હતો..એ જોતાં એમનાં જીવ માં જીવ આવ્યો.શુભમનાં ઉંહકારા એમને સંભળાયા એટલે એમને તત્ક્ષણ શુભમને બંને તરફથી ટેકો આપી ઉપાડીને સોફામાં રાખી દીધો. રોહને શુભમનું ખમીસ ફાડીને ઉતારી દીધું અને એનાં ઘાવ નીરખીને જોવા લાગ્યો.આ સમય દરમિયાન દામુ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.શુભમ તરફ દામુ ને લાગણી હતી કેમકે શુભમ વર્તનમાં રોહન અને જેડીની માફક ઉદ્ધત નહોતો. શુભમને આ હાલતમાં જોઈ દામુ દોડીને રસોડામાં ગયો અને ફર્સ્ટ એડ કિટ લઈને આવ્યો..ફર્સ્ટ એડ બોક્સમાંથી કોટન લઈને