નો રીટર્ન-૨ ભાગ-૫૪

(316)
  • 6.9k
  • 6
  • 4.7k

નો રીટર્ન-૨ ભાગ-૫૪ હવે લગભગ બધું જ ક્લિયર થઇ ગયું હતું. જુવાન પાદરી, કે જેનું નામ પીટર હતું એની કથની ઉપર શંકા કરવાનું કોઇ કારણ મને જણાતું નહોતું. મારું હદય થડકી રહયું હતું. કાર્લોસ અને તેની ગેંગને આ વાત જણાવ્યાં વગર છૂટકો નહોતો. લાગતું હતું કે હું ચારેકોરથી ફસાઇ ચૂકયો છું. વગર કોઇ લેવાદેવાએ પોતાની જાતે હું આ ખતરનાક ઝમેલામાં પડયો હતો એટલે હવે તેનાં પરીણામો પણ મારે જ ભોગવવાનાં આવવાનાં હતાં. પણ... અત્યાર સુધીની સફરમાં એક વાત મને બરાબર સમજાઇ ચૂકી હતી કે અહીં એકઠા થયેલાં તમામ માણસોને ફક્ત પેલાં ખજાનાં સાથે મતલબ છે. એ ખજાનો મેળવવા