નવું કેલેન્ડર

(25)
  • 1.8k
  • 3
  • 622

ઉગમણાં ઘરના આખા ખુલેલા દરવાજેથી તડકો સીધો મોટા રૂમમાં અડધે સુધી આવી ગયો હતો. ખુલ્લા દરવાજામાંથી તડકાની સાથે આવતી ઠંડી લહેર ગરમાવાને દૂર લઇ જતી અને ત્યારે તડકાની સામે બેસેલા કરસનદાદા પોતાના શરીરને શાલમાં લપેટી લેતા. પંચોતેર વટાવીને જીવનના બાકી રહેલા દા’ડા ગણી રહેલા કરસનદાદાને હવે કોઇ બાકી કામ રહ્યુ નહોતું. દાદા-દાદી બન્ને એકલપંડે હતા. નિ:સંતાન અને નિર્ધન જિંદગીમાં હવે પહેલું મરીને કોણ સુખી થાય છે તે જ તેમની જિંદગીની છેલ્લી હકીકત હતી...! તેમના જીવનનું જો એક સુખ ગણીએ તો તે સુખ દર મહિનાની પહેલી તારીખે દરવાજો ઉઘાડીને આવતું અને તે બન્નેના જીવનમાં એક મહિના સુધી સુખની સુવાસ પાથરીને જતુ