વિવેક-આનંદ

(22)
  • 3.5k
  • 2
  • 1.1k

વિવેક અને આનંદ... કૉલેજ મા અભ્યાસ કરતાં બે તેજ તર્રાંર કોલેજીયન. બંનેના નામ અને શરીર જ જુદા હતા.. બંને ના વિચાર વાણી વર્તન અને આત્મા એક જ હતા જાણે. બંનેના ફેમિલી એક જ સોસાયટીમાં આજુબાજુમાં રહેતા ખાધેપીધે સુખી સંપન્ન પરિવાર હતા. સાવ બાળપણથી જ વિવેક અને આનંદ સાથે રમતા રમતા જ મોટા થતા ગયા અને પ્રાથમિક,માધ્યમિક,અને કોલેજનો અભ્યાસ પણ સાથે જ કરે છે. બન્ને હંમેશા સાથે જ હોય. બેમાંથી ગમે તે ઘરમાં જમીલે..હોમવર્ક પણસાથે જ કરે ક્યારેક એક બીજા નાં ઘર મ સુઈ પણ જાય.. સગા ભાઈઓ માં પણ ન હોય હોય તેવી સમજણ લાગણી અને પરિપક્વતા બન્ને મ હતી..