સેલ્ફી ભાગ-13

(355)
  • 5.9k
  • 28
  • 3k

સેલ્ફી:-the last photo Paart-13 બાલુ નાં પાછળ પાછળ એ લોકો ધીરે ધીરે ચાલતાં ચાલતાં હવેલીની પાછળ આવી પહોંચ્યા જ્યાં એક ગૌશાળા પણ હતી.બાલુ અત્યારે પાવડા વડે જમીન ખોદી રહ્યો હતો અને એની જોડે એક કોથળા માં કંઈક પડ્યું હતું.આ દ્રશ્ય જોઈ રોહન અને એનાં મિત્રો ને લાગ્યું કે બાલુ એ કોઈકની હત્યા કરી છે અને એની જ લાશ કોથળામાં હતી..બાલુ એ લાશને ખાડો ખોદી દાટવા માંગતો હતો જેથી પોતાનાં ગુના પર પડદો પાડી શકે. બાલુ તું શું કરી રહ્યો છે..? બાલુ થી દસેક ડગલાં દૂર પહોંચી રોહન ઊંચા અવાજે ચિલ્લાયો.. પણ રોહનની વાતની કોઈ અસર ના થઈ હોય