નો રીટર્ન-૨ ભાગ-૫૩

(328)
  • 7k
  • 13
  • 5k

નો રીટર્ન-૨ ભાગ-૫૩ પાદરીએ મને જબરદસ્ત ઝટકો આપ્યો હતો. હું તેની ફિક્કી પડી ચૂકેલી ભૂરી કીકીઓમાં તાકી રહયો. હમણાં તે જે બોલ્યો શું એ સત્ય હોઇ શકે ખરું..? વર્ષોથી વહેતી આવતી લોકવાયકાને આ જુવાન પાદરી એક ઝાટકે નકારી રહયો હતો. અને એટલું જ નહિ, તે પાદરી જોનાથન વેલ્સને જૂઠ્ઠો...કાવતરાખોર ગણાવી રહયો હતો. અચાનક આવી ચડેલા ભેદભરમમાં હું અટવાઇ ગયો. “ એ કેવી રીતે શક્ય બને..? પાદરીએ તો ઘણાનાં જીવ બચાવ્યાં હતાં. તે ખુદ ખજાનાં પાછળ જતાં લોકોને વારતો રહયો હતો અને તેમને ખજાનાં પાછળ ન જવાં સમજાવતો હતો. તો પછી એનાં કારણે કોઇએ જીવ ખોયા હોય એ કેમ