વિશાલ હરિપુર પહોંચ્યો કે તરત જ સાફસફાઈ કરી રહેલા એના મમ્મી એની નજરે ચડ્યાં. વિશાલ અને રાધાબહેનને દૂર રહ્યાને હજુ તો થોડાક જ કલાકો થયા હતા , છતાં પણ વિશાલનું મન ભરાઈ આવ્યું. વિશાલ પોતાની માતાને વળગીને રડી પડ્યો. થોડી વારે શાંત થયાં પછી રાધાબહેને તેના માથે હાથથી પસવારતા કહ્યું, “ વિશાલ, બેટા તને તારી મમ્મી વહાલી નથી ને! મારા આપેલા સમ પણ તેં ના માન્યા?” “ મારું સાહિત્ય તો એમ કહે છે કે આપણે જેના સમ તોડીએ તેનું આયુષ્ય બમણું થઈ જાય.” મા-દિકરો બેય હસી પડ્યાં.