રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૭

(16)
  • 3.7k
  • 19
  • 1.4k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૭ વિકી-જેકી અને હૅલન જમવા બેઠા ત્યાં જ ધડાકા સાથે કોઈ અવાજ થયો અને બધાના મનમાં ડરની એક કમકમાટી વ્યાપી ગઈ. હવે આગળ, જેકીના મનમાં ફાળ પડી અને હૅલન પણ ગભરાઈ ગઈ. જેકીએ જરાક ઝડપભેર ચાલવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. માથામાં ઝટકા વાગી રહ્યા અને શરીર પણ સાથ નહતું આપી રહ્યું એટલે એણે વિકિનો સહારો લીધો અને ઘરના ઉપરના માળમાં જવા હેલનને ઈશારો કર્યો. હૅલન ધીમા પગલે ઉપરની તરફ જવા ગઈ અને ત્યાં જ બહારથી કોઈએ ભારે વસ્તુનો ઘા કર્યો. હૅલનના માથા પાસેથી પથ્થર સરકીને સામે કાચમાં અથડાયો એટલે હેલન બચી ગઈ. થોડું આમ તેમ તોફાન થયા